સોના-ચાંદીમાં મંદીનો દોર યથાવત્; વૈશ્વિક બજારના નવા ટ્રેન્ડ પર વેપારીઓની નજર
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે સ્થાનિક હાજર બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂ. 500નો ઘટાડો નોંધાતાં ભાવ ઘટીને રૂ. 1,45,500 થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 2,01,500 રહ્યો હતો.
વેપારીઓના જણાવ્યા અનુસાર, આજે વૈશ્વિક બજાર બંધ હોવાથી આગામી સપ્તાહમાં ભાવની દિશા કેવી રહેશે તેના પર સૌની નજર છે. ગઈ રાત્રે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3,995 ડોલર નોંધાયો હતો. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થાય તો તહેવારોની ખરીદી કરવા માગતા ગ્રાહકોને રાહત મળી શકે છે.










