PGDIPR વિદ્યાર્થીઓની J.J. Patel & Co. ખાતે શૈક્ષણિક મુલાકાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા સંચાલિત PGDIPR અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે રાજકોટની પ્રતિષ્ઠિત IPR Law Firm J.J. Patel & Co. ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને બૌદ્ધિક સંપદા અધિકારના ક્ષેત્રમાં પ્રાયોગિક જ્ઞાન અને કાનૂની વ્યવસાયની વાસ્તવિક સમજ મળે તે હેતુથી આ મુલાકાત યોજાઈ હતી.

ભવનના અધ્યક્ષ ડો. ભગીરથસિંહ એન. માંજરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન J.J. Patel & Co.ના એડવોકેટ જીગ્નેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ટ્રેડમાર્ક, કોપીરાઈટ અને પેટન્ટ સહિતના વિવિધ IPR ક્ષેત્રોની પ્રાયોગિક કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ક્લાયન્ટ સાથે વ્યવહાર, કેસની કાનૂની પ્રક્રિયા અને IPR સંબંધિત વિવિધ બાબતોની વાસ્તવિક કામગીરી અંગે પણ સમજ આપવામાં આવી હતી.

એડવોકેટ જીગ્નેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક કાનૂની પ્રેક્ટિસ સાથે જોડીને IPR ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને બૌદ્ધિક સંપદા કાયદાના વ્યવહારુ પાસાઓને નજીકથી સમજવાની મહત્વપૂર્ણ તક મળી હતી.

આ પ્રસંગે ભવનના પી.એચ.ડી. સંશોધન વિદ્વાન ચિંતનકુમાર શંકોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા PGDIPRના વિદ્યાર્થીઓ દ્વારા એડવોકેટ જીગ્નેશભાઈ પટેલ અને J.J. Patel & Co.નો આ શૈક્ષણિક અને ઉપયોગી માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai