આર્મીમાં ભરતી માટે ઇચ્છુક યુવાનોને 30 દિવસની નિઃશુલ્ક તાલીમ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકાર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી અને અર્ધલશ્કરી દળોની ભરતી માટે યુવાનોને પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ આપવાની યોજના અમલમાં મૂકાઈ છે. જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આર્મી ભરતી બોર્ડ-જામનગરની ભરતીને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે. તાલીમ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે અને રહેવા-જમવાનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે તાલીમાર્થીને દરરોજ રૂ.100નું સ્ટાઈપેન્ડ પણ મળશે.

આ તાલીમ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને હવે 29 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે. જામનગર જિલ્લાના 17.50થી 23 વર્ષની વયના અને ધોરણ-10 કે 12 પાસ કરેલા માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારની લઘુત્તમ ઊંચાઈ 168 સે.મી., વજન 50 કિગ્રા તથા છાતી 77થી 82 સે.મી. હોવી જરૂરી છે.

30 દિવસની તાલીમ દરમિયાન ઉમેદવારોને દોડ, લાંબો કૂદકો, પુલ-અપ્સ સહિતની શારીરિક કસોટીઓ તેમજ આર્મીની લેખિત પરીક્ષાની સઘન તૈયારી કરાવવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રો સાથે 29 ઓગસ્ટ સુધી જિલ્લા રોજગાર કચેરી, જામનગર ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે. અગાઉ આ પ્રકારની નિવાસી તાલીમ લઈ ચૂકેલા ઉમેદવારો ફરીથી ભાગ લઈ શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai