ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત પહોંચેલા યુવાનને બ્રેઈન ડેડ જાહેર કરાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયાની તબિયત અત્યંત નાજુક બનતાં સુરતની INS હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા છે.

સંજયસિંહે 16મીએ રાત્રે ભાવનગરમાં દારૂ પીધો હતો અને 17મીએ સવારે સુરત પહોંચ્યા બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં હાર્ટ એટેક બાદ તબીબોએ CPR આપી હૃદયને ફરી ધબકતું કર્યું હતું. ત્યારબાદ તેઓ સતત બેભાન રહ્યા હતા.

તબીબી તપાસમાં મગજ સુધી પૂરતો ઓક્સિજન ન પહોંચતો હોવાનું સામે આવ્યું હતું. નશાની તપાસમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગની ગંભીર અસર જોવા મળતાં તેમને INS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ન્યુરો નિષ્ણાતોની સઘન સારવાર છતાં મગજની કામગીરી સંપૂર્ણપણે બંધ થતાં તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા છે.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ મિથેનોલ શરીરમાં પ્રવેશ્યા બાદ ઝેરી રસાયણોમાં પરિવર્તિત થાય છે, જે ખાસ કરીને મગજ અને આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ શરીરના અન્ય મહત્વના અંગો પણ અસરગ્રસ્ત બની શકે છે અને ગંભીર કિસ્સામાં મૃત્યુનું કારણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai