36 વર્ષ જૂના જમીન વિવાદમાં હાઈકોર્ટ આકરા પાણીએ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નિર્મળા કન્વેન્ટના રમતના મેદાન મુદ્દે રૂ.12 કરોડની માંગ સામે હાઈકોર્ટ નારાજ

રાજકોટની નિર્મળા કન્વેન્ટ સ્કૂલના 36 વર્ષ જૂના જમીન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. શાળાના રમતના મેદાન પર વ્યાવસાયિક બાંધકામ ન કરવા અંગે અદાલતના અગાઉના મનાઈહુકમ છતાં ટાઉન પ્લાનિંગ ઓફિસરે જમીનના રીઝોનિંગ માટે રૂ.12 કરોડની ફી માંગતા હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.

ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે કહ્યું કે અદાલતના આદેશોનું પાલન કરવામાં અધિકારીઓનો દાયકાઓ જૂનો વિલંબ ગંભીર બાબત છે. કોર્ટે એવી પણ આકરી ટિપ્પણી કરી કે જવાબદાર અધિકારીઓ સામે કોર્ટની તિરસ્કારની કાર્યવાહી શરૂ ન થાય ત્યાં સુધી કેટલાક અધિકારીઓ ન્યાયિક આદેશોની ગંભીરતા સમજતા નથી.

હાઈકોર્ટે ટાઉન પ્લાનિંગ ઓફિસરને સમગ્ર મામલે વ્યક્તિગત સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે અને રૂ.12 કરોડની માંગણી માટે કયો કાનૂની આધાર છે તે સ્પષ્ટ કરવા જણાવ્યું છે. સંતોષકારક જવાબ નહીં મળે તો સંબંધિત અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ જમીન વિવાદ 1988થી ચાલી રહ્યો છે અને રમતના મેદાનને બચાવવા શાળા સંચાલકોએ લાંબી કાનૂની લડત લડી છે. અગાઉ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા પણ રમતના મેદાનના હેતુફેર સામે મનાઈહુકમ આપવામાં આવ્યા હતા. કેસની વધુ સુનાવણી 3 સપ્ટેમ્બરે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai