રાજકોટ એસ.ટી.ને માત્ર બે જ દિવસમાં અ…ધ…ધ… રૂ.2.02 કરોડની આવક!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રક્ષાબંધન પર્વે બસોમાં ભારે ધસારો; બે દિવસમાં 2.31 લાખથી વધુ મુસાફરોએ એસ.ટી. સેવાનો લાભ લીધો

રાજકોટ: જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેસ્ટિવલ મૂડ છવાયો છે. રક્ષાબંધન પૂર્વેથી જ રાજકોટ એસ.ટી. વિભાગમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોનો ધસારો વધતા એસ.ટી. વિભાગની દૈનિક આવકમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

એસ.ટી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર બે દિવસમાં રાજકોટ એસ.ટી. વિભાગને રૂ.2.02 કરોડથી વધુની આવક થઈ છે. આ બે દિવસ દરમિયાન કુલ 2,31,404 મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો.

રક્ષાબંધન પૂર્વે રૂ.97.11 લાખની આવક

રક્ષાબંધન પૂર્વે 27 ઓગસ્ટ, શુક્રવારે રાજકોટ એસ.ટી. વિભાગની દૈનિક આવક રૂ.97.11 લાખ નોંધાઈ હતી. આ દિવસે કુલ 94,756 મુસાફરોએ એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી.

બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે મુસાફરોનો ધસારો વધુ વધ્યો હતો. આ દિવસે વિભાગની દૈનિક આવક રૂ.1.04 કરોડથી વધુ પહોંચી હતી, જ્યારે રાજકોટથી કુલ 1,36,648 મુસાફરોએ એસ.ટી. સેવાનો લાભ લીધો હતો.

તહેવારોની શરૂઆતમાં જ બસો ચિક્કાર

રક્ષાબંધન બાદ હવે જન્માષ્ટમી સહિતના તહેવારોની ઉજવણી શરૂ થતાં રાજકોટ એસ.ટી. વિભાગના વિવિધ બસ સ્ટેન્ડ અને ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા એસ.ટી. બસો સતત દોડાવવામાં આવી રહી છે. તહેવારોની હજુ શરૂઆત જ થઈ હોવાથી આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યા અને એસ.ટી. વિભાગની દૈનિક આવકમાં હજુ વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તહેવારો દરમિયાન વતન અને પરિવારજનોને મળવા જતા લોકો માટે એસ.ટી. બસ સેવા મુખ્ય પરિવહન માધ્યમ બની રહી છે, જેના કારણે રાજકોટ વિભાગમાં હાલ તહેવારોની રોનક જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai