વેરાવળ: શહેરના પોશ વિસ્તારમાં ફ્લેટમાં ચાલતા જુગારધામ પર ગીર સોમનાથ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, બે કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.22.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ શ્રીપાલ ચોક નજીક આવેલા શ્રીજી હાઈટ્સની વિનાયક રેસિડેન્સીના બ્લોક નં.3માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જુગાર રમતા વેરાવળ, ચોરવાડ, ગડુ, અમરાપુર અને ગોરખમઢીના 7 શખ્સો ઝડપાયા હતા.
દરોડા દરમિયાન રૂ.11.18 લાખ રોકડા, રૂ.10 લાખની કિંમતની બે ફોરવ્હીલ કાર અને રૂ.1.70 લાખના 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ.22,88,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધાયો છે. એલસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










