મોરબીમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબી: મોટા દહીસરા ગામના કૃષ્ણનગર વિસ્તારમાં એલસીબી અને સ્થાનિક પોલીસે દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.

દરોડા દરમિયાન બે ડ્રમમાંથી 400 લિટર આલ્કોહોલ જેવું કેમિકલ તથા અન્ય ડ્રમમાંથી પાણી, કલર, એસેન્સ અને પ્રિઝરવેટીવ મિશ્રિત 200 લિટર પ્રવાહી મળી આવ્યું હતું. આ ઉપરાંત કેમિકલ તૈયાર કરવા માટેની મોટર, નળીઓ અને આલ્કોહોલ માપવાનું મીટર પણ મળી આવ્યું હતું.

બોટલિંગ માટે 1,400 જેટલી ખાલી બોટલો, બુચ, બારકોડ-ક્યૂઆર કોડના સ્ટીકર, બ્રાન્ડેડ દારૂના સ્ટીકર અને પેકેજિંગ સામગ્રી મળી આવી હતી. પોલીસે 23 પેટી દારૂની મોટી બોટલો, કાર અને રૂ.6.50 લાખ રોકડા સહિત કુલ રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નકલી દારૂ બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. કેમિકલ અને પેકેજિંગ સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai