થલતેજની હોસ્પિટલમાં તસ્કરનો હાથફેરો, રૂ.99 હજારની રોકડ ચોરી

અમદાવાદ: થલતેજ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં રાત્રિના સમયે તસ્કરે ઘૂસીને રૂ.99 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, 5 સપ્ટેમ્બરે રાત્રે હોસ્પિટલનો દવાનો રૂમ બંધ કરવામાં આવ્યો હતો. 6 સપ્ટેમ્બરે સવારે રૂમ ખોલતાં ડ્રોવરનું તાળું તૂટેલું અને રોકડ ગાયબ જોવા મળી હતી. CCTV તપાસતાં મોડી રાત્રે આશરે 2 વાગ્યે 25થી 30 વર્ષનો અજાણ્યો શખ્સ મોઢે રૂમાલ બાંધી દવાની બારીમાંથી હોસ્પિટલમાં પ્રવેશ્યો હતો.

તસ્કરે કાતર વડે ડ્રોવરનું તાળું તોડી અંદરથી રૂ.98 હજાર તથા રિસેપ્શન ટેબલના ખાનામાંથી રૂ.1 હજાર મળી કુલ રૂ.99 હજાર ચોરી કર્યા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment