એક જ મહિનામાં ઓવરસ્પીડ અને રોંગસાઈડ ડ્રાઈવિંગના 74,242 કેસ, રૂ.5.33 કરોડનો દંડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં માર્ગ અકસ્માતો અને જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનોને અટકાવવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં રોંગસાઈડ ડ્રાઈવિંગ અને ઓવર સ્પીડિંગ સામેની કાર્યવાહીમાં કુલ 74,242 કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસોમાં કુલ રૂ.5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 દરમિયાન ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશમાં રોંગસાઈડ ડ્રાઈવિંગના 36,159 કેસ નોંધાયા હતા, જેમાં રૂ.3,64,52,000નો દંડ વસૂલાયો હતો. જ્યારે ઓવર સ્પીડિંગના 38,083 કેસ નોંધાઈ રૂ.1,69,26,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આમ, માત્ર એક મહિનામાં બંને પ્રકારના ટ્રાફિક ઉલ્લંઘનના કુલ 74,242 કેસ નોંધાયા અને રૂ.5,33,78,900નો દંડ વસૂલાયો છે.

બીજી તરફ, હાઈવે અને મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગના કારણે થતા અકસ્માતો અટકાવવા પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર ગેરકાયદેસર પાર્કિંગના 10,408 કેસ, જ્યારે સ્ટેટ હાઈવે તથા અન્ય માર્ગો પર 20,813 કેસ નોંધવામાં આવ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે 5,078 કેસ કરી 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના તેમજ ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ હાથ ધરવાના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai