ભાજપ પ્રભારી તરૂણ ચુગ ફરી ગુજરાતમાં, હવે જિલ્લા-મહાનગરોના સંગઠનનો પ્રવાસ કરશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રભારી અને સાંસદ તરૂણ ચુગ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે ફરી આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ હવે જિલ્લા અને મહાનગર સ્તરના ભાજપ સંગઠન સાથે સીધો સંવાદ કરી સંગઠનની કામગીરીનો તાગ મેળવશે.

આ અગાઉ 2 સપ્ટેમ્બરના એક દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તરૂણ ચુગે સરકાર અને સંગઠનના આગેવાનો સાથે પરિચય બેઠકો યોજી હતી. આ બેઠકોમાં મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખોને પણ ગાંધીનગર ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંકા ગાળામાં જ તેઓ જિલ્લા અને મહાનગરોના સંગઠન સાથે બેઠક યોજી સંગઠનની સ્થિતિ અને કામગીરી અંગે માહિતી મેળવશે.

આ અંતર્ગત તેમણે આજે ગાંધીનગર મહાનગર ભાજપના સંગઠન પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગાંધીનગરના ‘અટલ-કમલમ’ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ આ ક્ષેત્રના ઈન્ચાર્જ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બપોરે તરૂણ ચુગ ખેડા જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે સંવાદ કરશે. તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને આવરી લેવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે આગામી તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા-મહાનગર સંગઠન સાથે બેઠક યોજાય તેવી ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai