કોડીનયુક્ત દવાઓનું વેચાણ કરતી 7 પેઢીઓને નોટિસ, એકનું લાયસન્સ રદ; ₹83 લાખથી વધુનો જથ્થો સીઝ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આરોગ્ય માટે જોખમી કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ અને અનધિકૃત સંગ્રહ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિશેષ ચેકિંગ ઝુંબેશ દરમિયાન ₹83 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન કોડીન ધરાવતી સિરપ અને અન્ય દવાઓના વેચાણ, ખરીદી-વેચાણના બિલ તથા સ્ટોક રજિસ્ટરમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી. આ મામલે નિયમન તંત્ર દ્વારા કુલ 7 પેઢીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ગંભીર ક્ષતિઓ બદલ એક પેઢીનું દવા વેચાણનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

કોડીનયુક્ત દવાઓના દુરુપયોગ સામે વિશેષ ઝુંબેશ

નશીલા પદાર્થ તરીકે દવાઓના દુરુપયોગને અટકાવવાના હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન દવાઓના વેચાણ અને સંગ્રહ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

તંત્રની કાર્યવાહીથી દવાના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

કોડીનનો દુરુપયોગ આરોગ્ય માટે જોખમી

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોડીનયુક્ત દવાઓનો અનધિકૃત અથવા વધુ પડતો ઉપયોગ ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને દારૂ, ઊંઘની દવાઓ અથવા અન્ય નશીલા પદાર્થો સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો ગંભીર પરિણામો આવી શકે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને દુરુપયોગને અટકાવવા તંત્ર દ્વારા કડક દેખરેખ અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai