અમદાવાદમાં ‘કોમલ જ્વેલર્સ’નો માલિક કરોડોની ઠગાઈ કરી રાતોરાત ફરાર: 5થી 6 કરોડથી વધુનું ફુલેકું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ‘કોમલ જ્વેલર્સ’નો માલિક ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મૂળ નાના ચિલોડાના રહેવાસી અને જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણીએ પોતાના નિયમિત ગ્રાહકોનો વિશ્વાસ કેળવી આશરે 5થી 6 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ છે. બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ઉમેશ ચેલાણી છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોને બજારભાવ કરતાં ખૂબ જ સસ્તા દરે સોના-ચાંદીના દાગીના તેમજ સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપતો હતો. તેના પર વિશ્વાસ રાખીને અનેક ગ્રાહકોએ તેને એડવાન્સ રકમ આપી હતી.

આ ઉપરાંત કેટલાક લોકોએ પોતાના સોનાના દાગીના તેની પાસે ગીરવે મૂકીને લોન પણ મેળવી હતી. ગ્રાહકો પાસેથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના લીધા બાદ ઉમેશ ચેલાણીએ અચાનક પોતાની દુકાન બંધ કરી દીધી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી દુકાન સતત બંધ રહેતાં અને વેપારીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતાં ગ્રાહકોને શંકા ગઈ હતી. ત્યારબાદ ગ્રાહકોએ નાના ચિલોડા ખાતે આવેલા તેના નિવાસસ્થાને જઈ તપાસ કરી હતી, પરંતુ ત્યાં પણ ઉમેશ ચેલાણી મળી આવ્યો નહોતો.

આખરે વેપારી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી પલાયન થઈ ગયો હોવાનું સામે આવતાં ભોગ બનનાર ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે સરદારનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai