ગુજરાતમાં ફરી બોમ્બની ધમકીથી ખળભળાટ: રાજકોટ કોર્ટ, મહાત્મા મંદિર અને નાયરા રિફાઇનરીને નિશાન બનાવવાની ધમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં ફરી એકવાર અતિસંવેદનશીલ સ્થળોને બોમ્બ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. રાજકોટ કોર્ટ, ગાંધીનગરનું મહાત્મા મંદિર, જામનગર-વાડીનાર પોર્ટ, સિક્કા પોર્ટ અને નાયરા રિફાઇનરીને નિશાન બનાવવાની ધમકી ખાલિસ્તાની જૂથના નામે ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. અગાઉ સચિવાલય, હાઇકોર્ટ અને કેટલીક શાળાઓને ધમકી મળ્યાના બનાવ બાદ ફરી આવી ધમકી આવતા ચકચાર મચી છે.

રાજકોટ કોર્ટ સહિત મહત્ત્વના સ્થળોને નિશાન બનાવવાની ધમકી

મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઇલ આઈડી તેમજ રાજકોટ બાર એસોસિયેશનને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. ઈ-મેઇલમાં રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર, વાડીનાર પોર્ટ, સિક્કા પોર્ટ અને નાયરા રિફાઇનરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન હુમલો કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી પણ ઈ-મેઇલમાં આપવામાં આવી હોવાની માહિતી છે. ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ કોર્ટ તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી અને સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમની તપાસ તેજ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમે ઈ-મેઇલના સ્ત્રોત અંગે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. ઈ-મેઇલ કયા સ્થળેથી, કયા સર્વર અથવા આઈપી એડ્રેસ પરથી મોકલાયો અને તેની પાછળ કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

જોકે, ઈ-મેઇલમાં કરવામાં આવેલી ધમકીઓની હકીકત અંગે હાલ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની ધમકી હોવાથી સુરક્ષા તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai