રિલ્સ જોતા અજાણી લિંક પર ક્લિક કરવું પડ્યું ભારે, શ્રમિકના ખાતામાંથી રૂ.67 હજાર ઉપડી ગયા

રાજકોટના પડધરીના મેટોડામાં ખેતમજૂરી કરતા દંપતીને મોબાઇલમાં રિલ્સ જોતી વખતે અજાણી લિંક પર ક્લિક કરવું ભારે પડ્યું હતું. લિંક પર ક્લિક થયા બાદ સાયબર હેકર્સે મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી પાંચ ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂ.66,998 ઉપાડી લીધા હતા.

મેટોડા ગામની સીમમાં ખેતમજૂરી કરી રહેલા દંપતીના મોબાઇલ પર બેંક ખાતામાંથી રૂપિયા ઉપડ્યાના મેસેજ આવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મોબાઇલ તપાસતા બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ-અલગ પાંચ ટ્રાન્જેક્શન થયેલા હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં દંપતીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે નેહાબેન કરણભાઈ મકવાણાની ફરિયાદના આધારે પડધરી પોલીસે અજાણ્યા સાયબર હેકર્સ અને સંબંધિત બેંક એકાઉન્ટ ધારકો સામે IT એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં રૂપિયા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા તે અન્ય રાજ્યના હોવાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસે ટ્રાન્જેક્શનની વિગતોના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment