આદિજાતિ વિસ્તારોમાં હવે 108 એમ્બ્યુલન્સ 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરઃ ગુજરાતના અંતરિયાળ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી આરોગ્ય સેવા વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકારે 89 નવી 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ પસંદ કરાયેલા આદિજાતિ વિસ્તારોમાં એમ્બ્યુલન્સની સંખ્યા 553થી વધીને 642 થશે.

હાલ આદિજાતિ વિસ્તારોમાં 108 સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ અને 32 સેકન્ડ છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ આ સમય ઘટાડીને લગભગ 10 મિનિટ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. ભૌગોલિક રીતે મુશ્કેલ વિસ્તારોમાં દર્દીઓને સમયસર જીવનરક્ષક સારવાર મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

89 નવી એમ્બ્યુલન્સમાં 22 એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ (ALS), 55 બેઝિક લાઈફ સપોર્ટ (BLS) અને 12 ખાસ 4WD એમ્બ્યુલન્સનો સમાવેશ થશે. ખાસ 4WD એમ્બ્યુલન્સ કાચા રસ્તા, દુર્ગમ વિસ્તારો અને ભારે વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ દર્દીઓ સુધી પહોંચી શકશે.

રાજ્યમાં હાલ 108 સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13 મિનિટ 9 સેકન્ડ છે. શહેરી વિસ્તારોમાં તે 9 મિનિટ 55 સેકન્ડ અને ગ્રામ્ય વિસ્તારોમાં 16 મિનિટ 28 સેકન્ડ છે. નવી વ્યવસ્થાથી આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી સેવા વધુ ઝડપી બનવાની અપેક્ષા છે. નવી એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને કાર્યરત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai