પૂજાપો, ફૂલહાર અને કચરો દૂર કરવા પાલિકાની ટીમો મેદાને; તળાવો સ્વચ્છ બનાવવા કામગીરી તેજ
વડોદરામાં ગણેશ વિસર્જન બાદ આજે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ કૃત્રિમ અને કુદરતી તળાવોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિસર્જન બાદ તળાવમાં એકઠા થયેલા પૂજાપો, ફૂલહાર અને અન્ય સામગ્રીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાલિકાની ટીમો દ્વારા વિવિધ તળાવો ખાતે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. તળાવમાં રહેલા કચરા અને ગણેશ પ્રતિમાના અવશેષો સહિતની સામગ્રીને બહાર કાઢીને આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ કરવામાં આવી રહ્યો છે.
વિસર્જન બાદ તળાવોમાં ગંદકી ન રહે અને પાણી તથા આસપાસનો વિસ્તાર સ્વચ્છ જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.










