જામનગરમાં યોજાશે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનઃ 23 ફોટોગ્રાફર્સની તસવીરોનું પ્રદર્શન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરમાં ધ નેચર લેન્સ સોસાયટી દ્વારા તા. 2થી 4 ઓક્ટોબર 2026 દરમિયાન એમ.પી. શાહ ટાઉનહોલ ખાતે ‘વાઇલ્ડ આઇસ : જંગલ સ્ટોરીઝ’ નામથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

એક્ઝિબિશનનું ઉદ્ઘાટન 2 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે થશે. ત્યારબાદ ત્રણેય દિવસ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે પ્રદર્શન ખુલ્લું રહેશે.

આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે તેમાં 13 વર્ષથી લઈને 67 વર્ષ સુધીની વયના અને વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા કુલ 23 વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સની તસવીરો પ્રદર્શિત કરવામાં આવશે.

પ્રદર્શનમાં જામનગરના પક્ષી અભયારણ્યથી લઈને આફ્રિકાના વન્યજીવ અભયારણ્ય સુધીની તસવીરો જોવા મળશે. કુદરત અને વન્યજીવનની અદ્ભુત પળોને કેમેરાની નજરે માણવાની તક આપતા આ અનોખા પ્રદર્શનની મુલાકાત લેવા આયોજકો દ્વારા શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai