ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસમાં જોડાવાની તૈયારી દર્શાવતાં ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. વાઘેલાએ કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા તેમજ પ્રદેશ નેતાઓ સાથે આ અંગે વાતચીત કરી હોવાનું જણાવ્યું છે. જોકે કોંગ્રેસમાં પુનઃપ્રવેશ અંગેનો અંતિમ નિર્ણય રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ લેવાશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વાઘેલાની સંભવિત વાપસીનું રાજકીય મહત્વ પણ ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસમાં કેટલાક નેતાઓ તેમના પરત ફરવાને લઈને અલગ-અલગ મત ધરાવતા હોવાનું સામે આવ્યું છે. હવે રાહુલ ગાંધી સાથેની બેઠકમાં શું ચર્ચા થાય છે અને વાઘેલાની ભૂમિકા શું નક્કી થાય છે તેના પર સૌની નજર છે.










