દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર ડિવિઝન હેઠળ ઝારસુગુડા પેસેન્જર યાર્ડના રિમોડેલિંગ કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની નિર્ધારિત મુસાફરી રદ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને મુસાફરીનું આયોજન કરતા પહેલાં ટ્રેનના સંચાલનની સ્થિતિની પુષ્ટિ કરવા અપીલ કરવામાં આવી છે.
આ ટ્રેનોની મુસાફરી રદ રહેશે
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર નીચેની ટ્રેનોની નિર્ધારિત મુસાફરી રદ રહેશે:
ટ્રેન નં. 12949 પોરબંદર–સાંતરાગાછી એક્સપ્રેસ : 11 ડિસેમ્બર 2026ની મુસાફરી રદ.
ટ્રેન નં. 12950 સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસ : 13 ડિસેમ્બર 2026ની મુસાફરી રદ.
ટ્રેન નં. 22905 ઓખા–શાલીમાર એક્સપ્રેસ : 13 ડિસેમ્બર 2026ની મુસાફરી રદ.
ટ્રેન નં. 22906 શાલીમાર–ઓખા એક્સપ્રેસ : 15 ડિસેમ્બર 2026ની મુસાફરી રદ.
મુસાફરોએ મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસવી
ઝારસુગુડા યાર્ડમાં રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ટ્રેન વ્યવહાર પર અસર થવાની હોવાથી રેલવે પ્રશાસને મુસાફરોને ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે. મુસાફરોએ મુસાફરી કરતા પહેલાં પોતાની ટ્રેનનું સંચાલન નિર્ધારિત તારીખે થઈ રહ્યું છે કે નહીં તેની પુષ્ટિ કર્યા બાદ જ મુસાફરીનું આયોજન કરવું.










