અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે ફાયર વિભાગ સખત : 55થી 60 અરજીઓમાંથી માત્ર 3 મોટા ગરબા આયોજકોને NOC

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આગામી 11 ઓક્ટોબરથી શરૂ થનારા નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ વિભાગે સુરક્ષા નિયમોને લઈને કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં મોટા પાયે યોજાનારા ગરબા મહોત્સવ માટે અત્યાર સુધીમાં 55થી 60 જેટલી ફાયર NOC માટેની અરજીઓ મળી છે, જેમાંથી નિયમોનું પાલન કરતા માત્ર 3 મોટા આયોજકોને જ પ્રાથમિક તબક્કે મંજૂરી આપવામાં આવી છે.

બાકીની અરજીઓ અંગે ફાયર વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. ગરબા ગ્રાઉન્ડ અને એસી ડોમમાં ચાલી રહેલી તૈયારીઓ પૂર્ણ થયા બાદ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.

30 જેટલા સુરક્ષા માપદંડોની ચકાસણી બાદ જ અંતિમ NOC

ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ પર ફાયર એક્સ્ટિંગ્યુશર, ઇમર્જન્સી એક્ઝિટની પૂરતી વ્યવસ્થા, ફાયર ટેન્ડર સરળતાથી પહોંચી શકે તે માટે રસ્તાની જરૂરી પહોળાઈ સહિત આશરે 30 જેટલા સુરક્ષા નિયમોની તપાસ કરવામાં આવશે. એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતની ટીમો આ કામગીરીમાં જોડાશે.

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, શનિવાર અને રવિવાર સુધીમાં તમામ અરજીઓનો અંતિમ નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થળ પર તમામ સુરક્ષા નિયમોનું 100 ટકા પાલન જણાશે ત્યાર બાદ જ અંતિમ ફાયર NOC આપવામાં આવશે. નિયમોનું પાલન નહીં કરનાર આયોજકોને NOC આપવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai