મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે રાજકોટમાં: ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ યાત્રામાં જોડાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટમાં સાંજે 5 વાગ્યે સરદાર પટેલની પ્રતિમાથી વિવેકાનંદ પ્રતિમા સુધી યાત્રા યોજાશે

વિપક્ષ દ્વારા SIR સહિતના મુદ્દાઓને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને આંદોલનો કરવામાં આવી રહ્યાં છે. તેના જવાબમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો’ અભિયાન અંતર્ગત આગામી સપ્તાહથી રાજ્યભરમાં યાત્રા, સંવાદ અને બેઠકો સહિતના કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત રાજકોટમાં આગામી મંગળવારે સાંજે 5 વાગ્યે બહુમાળી ભવન પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી યાત્રાનો પ્રારંભ થશે. યાત્રા માલવિયા ચોક અને ત્રિકોણબાગ થઈ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી પહોંચશે.

આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિત સાંસદો, ધારાસભ્યો અને રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ જોડાશે. યાત્રામાં હજારો કાર્યકર્તાઓ ભાગ લે તેવી શક્યતા છે.

આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કક્ષાએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત બેઠકો, યાત્રાઓ અને અન્ય કાર્યક્રમો યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai