રૂ. 1,690 કરોડથી વધુની બ્રાન્ડ વેલ્યુ સાથે કિંગ ખાન ટોચે; રણવીર સિંહ બીજા અને વિરાટ કોહલી ત્રીજા ક્રમે
મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન વર્ષ 2025ના સૌથી પાવરફુલ સેલિબ્રિટી તરીકે જાહેર થયા છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 177.9 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1,690 કરોડથી વધુ) નોંધાઈ છે, જેના કારણે તેઓ ગયા વર્ષની સરખામણીએ બે સ્થાનનો ઉછાળો મેળવી ટોચના સ્થાને પહોંચ્યા છે.
યાદીમાં રણવીર સિંહ 162.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા સ્થાને છે, જ્યારે વિરાટ કોહલી 158.04 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા ક્રમે સરક્યા છે. વિરાટ 2024માં પ્રથમ સ્થાને હતા.
બ્રાન્ડ વેલ્યુનું મૂલ્યાંકન સેલિબ્રિટીના જાહેરાત કરારો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ડિજિટલ પ્રભાવ, સોશિયલ મીડિયા પહોંચ અને વ્યાવસાયિક લોકપ્રિયતા જેવા વિવિધ માપદંડોના આધારે કરવામાં આવે છે.










