એલ્યુમિનિયમ પ્લેટ ચોરી કેસમાં વધુ એક આરોપી પાસા હેઠળ જેલભેગો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચોરીનો માલ રાખનાર ભંગાર વેપારીના સાથીદાર સામે કડક કાર્યવાહી, ભાવનગર જેલમાં મોકલાયો

રાજકોટ: બાંધકામ સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટની ચોરીના કેસમાં ચોરીનો માલ રાખનાર ભંગાર વેપારીના વધુ એક સાગરીત સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આરોપી રાજેશ ઉર્ફે રાજુ દેવશી કુકડીયાને પાસા વોરંટના આધારે ઝડપી લઈ ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

આ કેસમાં અગાઉ ચોરી કરનાર રોહિત ઉર્ફે બાવલો મનજી વાઘેલા, કલ્પેશ અર્જુન માથાસુરીયા અને ચોરીનો માલ ખરીદનાર ભંગાર વેપારી મનોજ કાંતિ સોલંકી સામે પણ પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અને ચોરીના માલની ખરીદ-વેચાણમાં સંડોવાયેલા તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai