રાજકોટમાં ચાર દિવસમાં સોનુ ₹7,000 અને ચાંદી ₹16,000 મોંઘી; વૈશ્વિક બજારમાં સોનું $4,315ને પાર
રાજકોટ: સોના-ચાંદીના ભાવમાં તેજીનો દોર યથાવત્ રહ્યો છે. રાજકોટમાં આજે હાજર સોનાના ભાવમાં ₹1,000નો વધારો થતાં ભાવ ₹1,54,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. વાયદામાં સોનામાં ₹1,870નો ઉછાળો નોંધાયો હતો.
વિશ્વબજારમાં પણ સોનાનો ભાવ વધીને $4,315 પ્રતિ ઔંસ થયો છે. સતત તેજીને કારણે વેપારીઓ અને રોકાણકારોનું સોના તરફનું ધ્યાન વધુ વધ્યું છે.
ચાંદીમાં પણ આજે જોરદાર તેજી જોવા મળી હતી. રાજકોટમાં હાજર ચાંદીના ભાવમાં ₹7,100નો વધારો થતાં ભાવ ₹2,39,600 પ્રતિ કિલો થયો હતો. વાયદામાં ચાંદી ₹7,250 વધીને ₹2,33,700 પર પહોંચી હતી.
વેપારીઓના જણાવ્યા મુજબ, ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવા સાથે સોના-ચાંદીની માંગમાં વધારો થવાની આશા છે. બીજી તરફ વૈશ્વિક પરિબળોના કારણે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે.
રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં ₹7,000નો વધારો થયો છે. 1 ઓગસ્ટે સોનાનો ભાવ ₹1,47,000 હતો. આ જ સમયગાળામાં ચાંદીમાં પણ ₹16,000નો ભાવવધારો નોંધાયો છે.










