રાજકોટમાં સીંગતેલ ₹2,850થી ₹2,900; કપાસિયા અને પામોલીનમાં પણ વધારો
રાજકોટ: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં ખાદ્યતેલના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. રાજકોટના તેલબજારમાં આજે સીંગતેલના નવા ડબ્બાનો ભાવ ₹2,850થી વધીને ₹2,900 થયો હતો.
કપાસિયા તેલના ભાવમાં પણ ₹10નો વધારો થતાં ડબ્બાનો ભાવ ₹2,745થી ₹2,795 થયો છે. જ્યારે પામોલીનના ભાવમાં ₹5નો વધારો થતાં ભાવ ₹2,360થી ₹2,365 થયો હતો.
વેપારીઓના જણાવ્યા મુજબ, રાજ્યમાં સારા વરસાદ બાદ વાવેતરની સ્થિતિ સારી છે. જોકે, વાવણી મોડી થતાં નવી સિઝન નવરાત્રિ બાદ શરૂ થવાની શક્યતા છે.
નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી બજારમાં માલની ખેંચ રહેવાની આશંકા વચ્ચે ખાદ્યતેલના ભાવમાં તેજી જોવા મળી રહી હોવાનું વેપારીઓનું કહેવું છે.
તહેવારો પહેલાં ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર વધુ ભાર પડવાની શક્યતા છે.










