મકાનના ફળિયામાંથી 4.71 કિલો ગાંજો જપ્ત, ₹2.35 લાખનો મુદ્દામાલ કબજે
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે.
પોલીસે સેવા-પૂજાનું કામ કરતા 46 વર્ષીય વિજય વાસુદેવભાઈ કાપડીના મકાનમાં તપાસ કરતાં ફળિયામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે કુલ 4 કિલો 710 ગ્રામ ગાંજો, જેની કિંમત આશરે ₹2,35,500 છે, જપ્ત કર્યો હતો.
આરોપીને કલ્યાણપુર પોલીસને સોંપી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.










