ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરનાર ત્રણ આરોપી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

‘મજા’ માટે ટ્રેન પર પથ્થર ફેંક્યાની કબૂલાત, કોચની બારીઓનાં કાચ તૂટ્યાં; મુસાફરોનો આબાદ બચાવ

રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેનના કોચની બારીઓનાં કાચ તૂટી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, 19 ઑક્ટોબરના રોજ ઉદયપુરથી ઉપડેલી ટ્રેન નંબર 26904 સુરત તરફ આવી રહી હતી. ટ્રેન ઉત્તરાણ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. તેના કારણે કોચ નંબર E-6માં સીટ નંબર 40, 41, 42 તથા 60, 61 અને 62 પાસેની બારીઓનાં કાચ તૂટી ગયા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નહોતી. જોકે, ચાલતી ટ્રેન પર અચાનક પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ દ્વારા સુરત RPF પોસ્ટને કરવામાં આવી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. રૂટ પરના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માહિતીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ માત્ર મજા કરવા માટે ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો હોવાનું જણાવ્યું હોવાની માહિતી સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai