કડીયાણા ગામમાં SOGનો દરોડો; રૂ.45,682નો દવાનો જથ્થો અને રોકડ જપ્ત
હળવદ: મોરબી જિલ્લા SOGની ટીમે કડીયાણા ગામમાં ખાનગી દવાખાના પર દરોડો પાડી **ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા નરેન્દ્રભાઈ જયંતીભાઈ કૈલા (42)**ને ઝડપી લીધો છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસે દર્દીઓની સારવાર માટે જરૂરી તબીબી ડિગ્રી કે માન્ય લાયકાત ન હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે રૂ.44,532ની દવાઓ અને રૂ.1,150 રોકડા, મળી કુલ રૂ.45,682નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.










