રાજકોટમાં એનાલોગ પનીર સામે કાર્યવાહી: 8 પેઢીના પરવાના રદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

12 પેઢીમાં ચેકિંગ, 8 કિલો એનાલોગ પનીરનો નાશ

રાજકોટ: ગુજરાતમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ સામે કાર્યવાહી તેજ બનતા રાજકોટ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન 8 પેઢીના એનાલોગ પનીર સંબંધિત પરવાના રદ કરવામાં આવ્યા છે.

પરવાના રદ કરાયેલી પેઢીઓમાં જામકંડોરણાની શ્રી વૃંદાવન ગિર ગૌશાળા, ગોંડલની આઈ ખોડલ ડેરી ફાર્મ, લાલજી આઈસ્ક્રીમ અને સોનલ કૃપા ડેરી, રાજકોટની પટેલ ગાંઠીયા અને શ્રીજી ફૂડ્સ, લોધિકાની રામદેવ ડેરી તથા સરધારની અજેન્દ્ર ડેરીનો સમાવેશ થાય છે.

વિભાગે આજે કુલ 12 પેઢીમાં તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન 8 કિલો એનાલોગ પનીરનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગોંડલના પીપળીયા ગામની બજરંગ ડેરીમાંથી પનીરના સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ એનાલોગ પનીરના ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, પરિવહન, વેચાણ અને વિતરણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. રાજકોટ જિલ્લામાં અન્ય પેઢીઓમાં પણ ચેકિંગનો દોર યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai