રાજકોટમાં સોનું રૂ.1.66 લાખે પહોંચ્યું, ચાંદી પણ રૂ.2.54 લાખને પાર
સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તેજી આજે પણ યથાવત્ રહી હતી. રાજકોટના બજારમાં સોનાના ભાવમાં ફરી રૂ.1,200નો વધારો થતાં હાજર સોનું વધીને રૂ.1.66 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 4200 ડોલરનું સ્તર પાર કરીને 4605 ડોલર સુધી પહોંચી ગયો હતો.
ચાંદીમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં હાજર ચાંદીનો ભાવ વધીને રૂ.2.54 લાખ પ્રતિ કિલો થયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 69 ડોલરના સ્તરે પહોંચ્યો હતો.
સોના-ચાંદી બંને કિંમતી ધાતુઓમાં એકધારી તેજી ચાલુ રહેતાં વેપારીઓ અને રોકાણકારોમાં પણ ચર્ચા તેજ બની છે.










