તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખાદ્યતેલોમાં રૂ.10નો વધારો : પામોલીન ડબ્બો રૂ.2400ને પાર

તહેવારો નજીક આવતાં ખાદ્યતેલના ભાવમાં તેજીનો દોર યથાવત્ રહ્યો છે. રાજકોટના બજારમાં આજે વિવિધ ખાદ્યતેલના ભાવમાં ફરી રૂ.10નો વધારો નોંધાયો હતો.

રાજકોટ માર્કેટમાં સીંગતેલનો ડબ્બો રૂ.2930થી વધીને રૂ.2980 થયો હતો. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.2820થી રૂ.2870 અને પામોલીન ટીન રૂ.2400થી રૂ.2405ના ભાવે પહોંચ્યો હતો.

વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ આગામી તહેવારો દરમિયાન ખાદ્યતેલની માંગ વધવાની શક્યતા, વૈશ્વિક બજારમાં તેજી અને માલની સંભવિત અછતને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.

તહેવારોની ખરીદી શરૂ થાય તે પહેલાં જ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય ગ્રાહકોના ઘરગથ્થુ બજેટ પર વધુ બોજ પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai