મોરબીમાં કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતા બે ઝડપાયા : 958 ગ્રામ ગાંજા સહિત રૂ.91,400નો મુદ્દામાલ કબજે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબીઃ માળિયા નેશનલ હાઈવે પર રવિરાજ ચોકડી પાસે કેબિનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોરબી જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. દરમિયાન કેબિનમાંથી 958 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો, રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.91,400નો મુદ્દામાલ કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રણછોડનગર વિસ્તારમાં રહેતો પ્રિન્સ કોળી પોતાના સાગરીત વિપુલ કોળી સાથે રવિરાજ ચોકડી નજીક માળિયા તરફ જતા પુલના છેડા પાસે આવેલી ‘મેલડી મહેર’ લખેલી કેબિનમાં ગાંજાનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.

બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર દરોડો પાડતાં કેબિનમાંથી 958 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત રૂ.47,900, ગાંજાના વેચાણમાંથી મળેલી રૂ.23,500 રોકડ તથા રૂ.20,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.91,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે આરોપીઓની ધરપકડ

આ કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રિન્સ પ્રવીણભાઈ ધંધુકિયા, રહે. રણછોડનગર શેરી નં.1, વીસીપરા, મોરબી, મૂળ દહીસરા, તા. માળિયા મિયાણા અને વિપુલભાઈ રમેશભાઈ કુંજરીયા, રહે. વાવડી રોડ, મીરા પાર્ક સોસાયટી, મોરબીની ધરપકડ કરી હતી.

બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓ તથા કબજે કરાયેલો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નાસતા ફરતા બે આરોપી પણ પોલીસના હાથે ઝડપાયા

બીજી તરફ, સરહદીયા રેન્જ, ભુજના આઈજી દ્વારા 1થી 15 ઓક્ટોબર દરમિયાન નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન મોરબી તાલુકાના ગુનામાં નાસતા ફરતા આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી (ઉં.43), રહે. ખીરઈને તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

જ્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટિયા (ઉં.21), રહે. માળિયા વનાળિયા સોસાયટી, મોરબીની ગ્રીનચોક ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. મહિલા આરોપીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai