મોરબી-કંડલા હાઈવે પર ચેકપોસ્ટ પાસે ત્રિપલ અકસ્માત : ટ્રકની ટક્કરથી ST બસ આગળની બોલેરો સાથે અથડાઈ, મુસાફરને ઈજા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મોરબીઃ મોરબી-કંડલા નેશનલ હાઈવે પર માળિયા પોલીસની ચેકપોસ્ટ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે એસટી બસને ટક્કર મારતા બસ આગળ જઈ રહેલી બોલેરો ગાડી સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એસટી બસમાં સવાર એક મુસાફરને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે એસટી બસને પણ નુકસાન થયું હતું.

મળતી માહિતી મુજબ, જસદણના આટકોટ રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અને એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મગળુભાઈ જીલુભાઈ ધાધલ (ઉં.40)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક નંબર GJ-39-TA-6608ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી બસને ટક્કર મારી

ફરિયાદ મુજબ, મગળુભાઈ એસટી બસ નંબર GJ-18-ZT-4389 લઈને કંડલા-મોરબી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. માળિયા પોલીસ ચેકપોસ્ટ નજીક આવેલા મીઠાના કારખાના પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી એસટી બસના પાછળના ભાગમાં જોરદાર ટક્કર મારી હતી.

ટ્રકની ટક્કરથી એસટી બસ આગળ ધકેલાઈ હતી અને આગળ જઈ રહેલી બોલેરો ગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. આ રીતે હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

મુસાફરને ઈજા, બસને પણ નુકસાન

અકસ્મતમાં એસટી બસમાં સવાર મુસાફર દયારામભાઈ અજાભાઈ રાજગોર, રહે. ત્રાજપર, મોરબીને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્મતમાં એસટી બસને પણ નુકસાન થયું હતું. સમગ્ર બનાવ અંગે બસના ડ્રાઈવરે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai