રાજકોટમાં દારૂ ભરેલી બે કાર ઝડપાઈ: રૂ. 9.96 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગોંડલ રોડ પરથી 816 બોટલ દારૂ સાથે હિરેન ઉર્ફે રાજ ઝડપાયો, મવડી ઓવરબ્રિજ પરથી 180 બોટલ સાથે જીતેશની ધરપકડ

રાજકોટમાં PCB અને LCB ઝોન-2ની ટીમે અલગ-અલગ કાર્યવાહી કરીને દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી છે. બંને કાર્યવાહીમાં વિદેશી દારૂની કુલ 996 બોટલ અને બે કાર સહિત આશરે રૂ. 9.96 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને દારૂના સપ્લાયરોની શોધખોળ શરૂ કરી છે.

ગોંડલ રોડ પર સત્યવિજય આઇસ્ક્રીમ નજીક એક્સિસ બેંકની સામે હોમ ફોર બોયઝની દિવાલ પાસે PCBની ટીમે બાતમીના આધારે સફેદ મારુતિ અર્ટિગા કાર નંબર GJ-03-PR-4039 પર દરોડો પાડ્યો હતો. કારમાંથી હિરેન ઉર્ફે રાજ વિનોદ રાજપરા (ઉં.વ. 38)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને વચ્ચેના ભાગમાં સંતાડેલી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 816 બોટલ, જેની કિંમત રૂ. 2,53,776 છે, મળી આવી હતી. કાર સહિત કુલ રૂ. 6.53 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની પૂછપરછમાં હિરેનને આ દારૂનો જથ્થો સંજય જીંજરીયા (રહે. ખોડલઘામ સોસાયટી, માંડા ડુંગર પાસે) પાસેથી મળ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, LCB ઝોન-2ની ટીમે ગોંડલ રોડ પર મવડી ઓવરબ્રિજ પરથી વોક્સવેગન જેટા કાર નંબર GJ-06-EQ-0495 ઝડપી પાડી હતી. કારચાલક જીતેશ મનસુખ સોલંકી (ઉં.વ. 34, રહે. યુનિવર્સિટી રોડ, ભગતસિંહ ગાર્ડન પાસે)ની તપાસ દરમિયાન દારૂની 180 બોટલ, જેની કિંમત રૂ. 43,200 છે, મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત આશરે રૂ. 3.43 લાખનો મુદ્દામાલ કબજે કરીને જીતેશની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના અશોક નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાનું સામે આવતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બંને કેસમાં દારૂના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai