કારના ચોરખાનામાં 645 બોટલ દારૂ છુપાવી હેરાફેરી, બે પરપ્રાંતીય ઝડપાયા

જસદણના વિંછીયા બાયપાસ નજીક રૂરલ LCB ટીમે દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી. કારના ચોરખાનામાં સંતાડેલી 645 બોટલ વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે LCB ટીમ જસદણ ડિવિઝન … Read more

રાજકોટ-સૌરાષ્ટ્રને તરબોળ કર્યા બાદ મેઘરાજાએ લીધો વિરામ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રણ દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલથી અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે અને આજે સવારથી સુર્યદેવતાએ દર્શન દેતાં વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. જોકે જામનગર જિલ્લાના કેટલાક તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર તાલુકામાં 1થી 9 મિમી સુધી વરસાદ નોંધાયો છે. … Read more

રિલ્સ જોતા અજાણી લિંક પર ક્લિક કરવું પડ્યું ભારે, શ્રમિકના ખાતામાંથી રૂ.67 હજાર ઉપડી ગયા

રાજકોટના પડધરીના મેટોડામાં ખેતમજૂરી કરતા દંપતીને મોબાઇલમાં રિલ્સ જોતી વખતે અજાણી લિંક પર ક્લિક કરવું ભારે પડ્યું હતું. લિંક પર ક્લિક થયા બાદ સાયબર હેકર્સે મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી પાંચ ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂ.66,998 ઉપાડી લીધા હતા. મેટોડા ગામની સીમમાં ખેતમજૂરી કરી રહેલા દંપતીના મોબાઇલ પર બેંક ખાતામાંથી રૂપિયા ઉપડ્યાના મેસેજ આવતા સમગ્ર ઘટનાની … Read more

મુસાફરોને વિમાનમાંથી ઉતારતાં રાજકોટ એરપોર્ટ પર હોબાળો

રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી જતી ઇન્ડિગોની સવારની ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે ફ્લાઇટ અટકાવી દીધી હતી. મુસાફરોને વિમાનમાં બેસાડ્યા બાદ પરત નીચે ઉતારવામાં આવતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો અને એરપોર્ટ ટર્મિનલમાં હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ ઇન્ડિગોની દિલ્હી-રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ સવારે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ દિલ્હી જવા માટે તૈયાર હતી. … Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળા માટે 11 આરોગ્ય કેમ્પ કાર્યરત

અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને 17થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર જિલ્લામાં પદયાત્રીઓની આરોગ્ય સુરક્ષા માટે મુખ્ય રૂટ પર 11 આરોગ્ય કેમ્પ શરૂ કરાશે. કેમ્પોમાં 24 કલાક ડોક્ટરો અને તબીબી ટીમો જરૂરી દવાઓ સાથે હાજર રહેશે. પદયાત્રીઓમાં થાક, પગમાં ફોલ્લા, સ્નાયુઓનો દુખાવો, ડીહાઇડ્રેશન અને એસિડિટી જેવી સમસ્યાઓ માટે મસાજ, પેઇન રિલીવર સ્પ્રે, મલમપટ્ટી, ORS અને જરૂરી … Read more

‘રાજકોટ રિયુનિયન’ વેબસીરીઝનું પોસ્ટર-ટ્રેલર લોન્ચ: 18 સપ્ટેમ્બરથી થશે રિલીઝ

રાજકોટમાં જ શૂટિંગ અને એડિટિંગ: મિત્રતા, લાગણી અને યાદોની આસપાસ વણાયેલી કહાની રાજકોટ: રાજકોટ સ્થિત ફોરફેમ પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત નવી વર્ટિકલ ડ્રામા વેબસીરીઝ ‘રાજકોટ રિયુનિયન’નું પોસ્ટર અને ટ્રેલર 14 સપ્ટેમ્બરના રોજ YouTube, Facebook અને Instagram પર ફોરફેમ પ્રોડક્શન્સના પેજ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. વેબસીરીઝ 18 સપ્ટેમ્બરથી રિલીઝ થવાની છે. ફોરફેમ પ્રોડક્શન્સ દ્વારા પ્રથમ વખત … Read more

કરજણમાં કારને ટ્રકે પાછળથી અડફેટે લીધી: બે યુવકોનાં ઘટનાસ્થળે મોત

કંડારી ગામ નજીક NH-48 પર અકસ્માત: ત્રણ યુવકો ગંભીર ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા વડોદરા: કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર કંડારી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ઊભેલી કારને પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારતાં કારમાં સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા … Read more

દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગરમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નું આયોજન

15-16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં 65થી વધુ દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ જોડાશે ગાંધીનગર: દક્ષિણ એશિયામાં પ્રથમવાર ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026’નું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 15 અને 16 સપ્ટેમ્બરે કરવામાં આવી રહ્યું છે. ‘સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરિટી’ થીમ સાથે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય ફોરમનું ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી … Read more

PM મોદીના જન્મદિને અમિત શાહ વડનગર પહોંચશે: વડનગરથી વારાણસીની યાત્રાને લીલી ઝંડી આપશે

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ઉજવણી: એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના જન્મદિનને દેશભરમાં ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત એક મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાવાના છે. જન્મદિન નિમિત્તે વડનગરથી વારાણસી સુધીની વિશેષ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને ગૃહમંત્રી અમિત … Read more

વરસાદનું જોર ધીમું પડ્યું: સવારથી બપોર સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવાંથી મધ્યમ ઝાપટાં

સુરતમાં 27 મીમી, ખંભાળિયામાં 22 મીમી વરસાદ: સિહોરમાં અડધો ઈંચ વરસ્યો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત્ છે. જોકે, સોમવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે નોંધપાત્ર વરસાદ થયા બાદ આજે સવારથી બપોર સુધી વરસાદનું જોર થોડું ધીમું પડ્યું હતું. અનેક જિલ્લામાં હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. સવારથી બપોર સુધીમાં સુરત શહેરમાં … Read more