ગોંડલ ચોકડી પાસે છકડો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ: બે શખ્સો પકડાયા

PCB પોલીસે રિક્ષામાંથી 480 બોટલ વિદેશી દારૂ, રૂ.1.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ: ગોંડલ ચોકડી પાસે PCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી છકડો રિક્ષા ઝડપી પાડી હતી. બાતમીના આધારે કારના શો-રૂમ નજીક છકડો રિક્ષા નં. GJ-03-BX-8866ને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 480 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.1,60,800ની કિંમતનો દારૂ કબજે કરી વસંત … Read more

કચ્છમાં મેઘરાજાનો કહેર: માંડવીમાં બે કલાકમાં 5 ઈંચ, 30 કલાકમાં 9 ઈંચ વરસાદ

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી મોટાભાગે કોરા રહેલા કચ્છનું ચિત્ર માત્ર 30 કલાકમાં જ પલટી ગયું છે. મેઘરાજાએ કચ્છમાં ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ અને 30 કલાકમાં કુલ 9 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. અંજારમાં 8 ઈંચ, અનેક માર્ગો જળબંબાકાર સોમવારે આખો … Read more

સુરતમાં નકલી બ્રાન્ડેડ તેલનું કારખાનું ઝડપાયું: કામરેજમાં CID ક્રાઈમ અને ફૂડ વિભાગના દરોડા, રૂ.20.30 લાખનો મુદ્દામાલ સીઝ

સુરત જિલ્લાના કામરેજમાં નકલી ખાદ્ય તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર CID ક્રાઈમ અને સુરત જિલ્લા અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી નવાગામ GIDCમાં આવેલા એક કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નકલી બ્રાન્ડના સ્ટીકર લગાવી ખાદ્ય તેલનું પેકિંગ કરી બજારમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. નવાગામ GIDCમાં ‘શિવ … Read more

ખાદ્યચીજોના ભાવ વધતાં મોંઘવારીનો ઉછાળો: હવે વ્યાજદરનો ઝટકો લાગવાની ભીતિ

દેશમાં ખાદ્યચીજોના ભાવમાં વધારો થતાં છૂટક અને જથ્થાબંધ બંને મોંઘવારીના દરમાં વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ અને અલ-નીનોના કારણે અનિયમિત વરસાદ જેવા પરિબળો વચ્ચે આગામી મહિનાઓમાં પણ મોંઘવારીનું દબાણ યથાવત રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ડુંગળી, લસણ અને આદુ જેવી ચીજોના ભાવવધારાની સીધી અસર લોકોના રસોડાના બજેટ પર પડી છે. ઓગસ્ટમાં … Read more

વિરમગામ રેલવે સ્ટેશને બે ટ્રેનોમાંથી 35.862 કિલો ગાંજો ઝડપાયો: રૂ.17.93 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ રેલવે પોલીસની SOG ટીમે વિરમગામ રેલવે સ્ટેશન પર બે અલગ-અલગ ટ્રેનોમાં તપાસ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. શાલીમાર-ભુજ એક્સપ્રેસ અને શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાંથી કુલ 35.862 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બંને કેસમાં કુલ રૂ.17,93,100નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. શાલીમાર-ભુજ એક્સપ્રેસમાંથી 31.970 કિલો ગાંજો SOG ટીમે ટ્રેન નંબર … Read more

લાલપુરના કાનાલુસમાં રહેણાંક ઓરડીમાંથી 1.795 કિલો ગાંજો ઝડપાયો: ત્રણ આરોપી ઝડપાયા, રૂ.1.04 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડી રહેણાંક ઓરડીમાંથી 1 કિલો 795 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ રૂ.1,04,750નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. બાતમીના આધારે ઓરડી નંબર-4માં દરોડો રાજકોટ … Read more

ગુજરાતમાં ફરી બોમ્બની ધમકીથી ખળભળાટ: રાજકોટ કોર્ટ, મહાત્મા મંદિર અને નાયરા રિફાઇનરીને નિશાન બનાવવાની ધમકી

ગુજરાતમાં ફરી એકવાર અતિસંવેદનશીલ સ્થળોને બોમ્બ અને ડ્રોન હુમલાથી નિશાન બનાવવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. રાજકોટ કોર્ટ, ગાંધીનગરનું મહાત્મા મંદિર, જામનગર-વાડીનાર પોર્ટ, સિક્કા પોર્ટ અને નાયરા રિફાઇનરીને નિશાન બનાવવાની ધમકી ખાલિસ્તાની જૂથના નામે ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. અગાઉ સચિવાલય, હાઇકોર્ટ અને કેટલીક શાળાઓને ધમકી મળ્યાના બનાવ બાદ … Read more

ખાખીની નજર સામે દારૂના અડ્ડા ધમધમતા હોવાના વીડિયો વાયરલ: વડોદરા પોલીસની કામગીરી સામે ફરી સવાલો

વડોદરા શહેરમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે દેશી-વિદેશી દારૂ અને બિયરના ખુલ્લેઆમ વેચાણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. એક તરફ શહેરમાં રોજેરોજ દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝડપાઈ રહ્યા છે, તો બીજી તરફ જાહેરમાં દારૂ-બિયરની લેવડદેવડના વીડિયો સામે આવતા દારૂબંધીની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાક … Read more

અમદાવાદમાં ‘કોમલ જ્વેલર્સ’નો માલિક કરોડોની ઠગાઈ કરી રાતોરાત ફરાર: 5થી 6 કરોડથી વધુનું ફુલેકું

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ‘કોમલ જ્વેલર્સ’નો માલિક ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મૂળ નાના ચિલોડાના રહેવાસી અને જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણીએ પોતાના નિયમિત ગ્રાહકોનો વિશ્વાસ કેળવી આશરે 5થી 6 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ છે. બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ … Read more

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ-ડ્રોન હુમલાની ધમકીથી ખળભળાટ: ખાલિસ્તાની ગ્રુપના નામે ઈ-મેઈલ, તપાસ શરૂ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બ અને ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે 10:03 વાગ્યે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ તેમજ રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. બનાવની ગંભીરતાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઈ-મેઈલ મળતાની સાથે જ પોલીસની ટીમો રાજકોટ કોર્ટ પરિસરમાં … Read more