અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકાર: માલ-મિલ્કતને ભારે નુકસાન, પુનઃસ્થાપન કામગીરી તેજ

રેકોર્ડબ્રેક વરસાદ બાદ રાજ્યમાં મૃત્યુઆંક 31 પર; 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, હજારોનું રેસ્ક્યૂ અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા રેકોર્ડબ્રેક વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જનજીવન હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બની શક્યું નથી. અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત અને ખેડા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. વરસાદી દુર્ઘટનાઓમાં રાજ્યમાં અત્યાર સુધી 31 લોકોના મોત … Read more

ગુજરાતમાં સિઝનનો 52.03 ટકા વરસાદ: ક્યાંક મેઘતાંડવ, ક્યાંક હજુ વરસાદની રાહ

8 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, 8 તાલુકામાં હજુ 10 ટકા પણ નહીં; દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવ્યો છે, પરંતુ વરસાદનું વિતરણ હજુ પણ અસમાન રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 52.03 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. એક તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને … Read more

ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 45.84 ટકા: નર્મદા ડેમ 68.33 ટકા ભરાયો

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા વરસાદ, રાજ્યના 10 જળાશયો સંપૂર્ણ ભરાયા ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 45.84 ટકા વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે અને જળસંગ્રહની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. સરકારી આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા … Read more

આજે રાજ્યના 3 જિલ્લામાં રેડ અને 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘતાંડવ યથાવત; IMDએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ અમદાવાદ: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદ બાદ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે પણ રાજ્યના અનેક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને આગામી દિવસોમાં પણ … Read more

મોરબી-માળિયાની જીવાદોરી મચ્છુ-2 ડેમ ઓવરફ્લો: મચ્છુ-3 અને ઘોડાધ્રોઈ પણ છલકાયા

મચ્છુ-2ના 4 દરવાજા 7 ફૂટ ખોલી 18,578 ક્યુસેક પાણી છોડાયું, 29 ગામોને એલર્ટ મોરબી: જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદ બાદ મોરબી અને માળિયા માટે જીવનદાયી ગણાતા મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં શનિવારે સવારે 6 વાગ્યે ઓવરફ્લો થયો હતો. સિંચાઈ વિભાગે ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલી 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં … Read more

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ: રસ્તા જળમગ્ન, પાર્કિંગમાં વાહનો ડૂબ્યા

અમદાવાદ: છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગુરુવારે વહેલી સવારે શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને પાર્કિંગમાં વાહનો ડૂબી જવાની સ્થિતિ સર્જાઈ હતી. ચાંદખેડામાં 2 ઇંચ જ્યારે ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ વિસ્તારમાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. … Read more

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ વરસાદ

રાજકોટ: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ અને રાજકોટ શહેરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં માત્ર બે કલાકમાં 6 ઇંચ અને ત્યારબાદ … Read more

નવસારીમાં પૂર વચ્ચે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ: 14 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

નવસારી: જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. NDRF, SDRF, ભારતીય સેના અને સ્થાનિક તરવૈયાઓના સંયુક્ત પ્રયાસોથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 14 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાતભર ચાલેલા બચાવ અભિયાન દરમિયાન અસરગ્રસ્તોને સલામત સ્થળે પહોંચાડવાની સાથે આશ્રયસ્થાનોમાં ભોજન, પીવાનું પાણી, આરોગ્ય … Read more

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલીનો સેવા યજ્ઞ: 200થી વધુ બાળકોને ભોજન, કપડાં અને પગરખાંનું વિતરણ

જામનગર: જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલી દ્વારા દરેડ સ્લમ વિસ્તારમાં સેવા યજ્ઞનું આયોજન કરી અંદાજે 200 જેટલા જરૂરિયાતમંદ બાળકોને ભોજન, ફ્રુટી, કેક, કપડાં અને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને માનવતા તથા સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સંસ્થાના હોદ્દેદારો, સભ્યો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં સમગ્ર … Read more

યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો, વેરહાઉસ અને ઓઇલ ડેપોને નિશાન બનાવ્યા; 9ના અવસાન થયું છે

મોસ્કો/કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરમિયાન, યુક્રેને રશિયાની અંદર એક મોટો ડ્રોન હુમલો કર્યો, જેમાં મોસ્કો નજીકના બે મોટા વેરહાઉસ અને તેલના ડેપોને નિશાન બનાવ્યું. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં નવ લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા … Read more